હળવદ પોલીસે કેદારિયા-રણજીતગઢ સીમમાંથી થયેલી ચોરીના ગુનામાં વોન્ટેડ શખ્સને દબોચ્યોમોરબી અપડેટ : હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા વીજ વાયર ચોરીના ગુનામાં છેલ્લા 17 વર્ષથી નાસતા ફરતા આરોપીને હળવદ પોલીસે પંચમહાલ જિલ્લામાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હળવદ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2009માં નોંધાયેલા ફર્સ્ટ ગુ.ર.નં. 105/2009 (IPC કલમ 379, 114) મુજબ કેદારિયા તથા રણજીતગઢ ગામની સીમમાંથી તા. 30/07/2009થી તા. 31/07/2009 દરમિયાન થાંભલા પરથી રૂ. 1,45,666/- ની કિંમતના 5850 મીટર એલ્યુમિનિયમના વીજ વાયર ચોરી થયા હતા. આ ગુનામાં આરોપી ચીમન છીતાભાઈ બારીયાનું નામ સામે આવ્યા બાદ તે નાસતો ફરતો હતો.હળવદ પોલીસ સ્ટાફે તપાસના આધારે આરોપી ચીમન ઉર્ફે ટીનાભાઈ છીતાભાઈ ઉર્ફે રયજીભાઈ બારીયા (હાલ રહે. વાવકુલી, મૂળ રહે. રૂપારેલ તથા ભોજપુરા, તા. ઘોઘંબા, જી. પંચમહાલ) ને પંચમહાલ ખાતેથી ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસતા તેની સામે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પોલીસ સ્ટેશનમાં પણ વર્ષ 2009માં ચોરીના ત્રણ અલગ-અલગ ગુના (ગુ.ર.નં. 23/2009, 24/2009 અને 59/2009) નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર સફળ કામગીરીમાં હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસ, પો.સ.ઇ. એસ.એચ.ભટ્ટ તથા હળવદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો.#Morbi #Halvad #MorbiPolice #HalvadPolice #CrimeNews #GujaratPolice #MorbiUpdate