મહેન્દ્રનગર ચોકડી પાર કરી જઈ રહેલા ડમ્પરમાંથી માટી ઢોળાતા દ્વિચક્રી વાહનચાલકો સ્લિપ થવાનો ભીતિ મોરબી અપડેટ: મોરબીમાં ફરી એકવાર ડમ્પર ચાલકની બેદરકારી સામે આવી છે. ટીંબડી તરફથી આવેલું એક ડમ્પર મહેન્દ્રનગર ચોકડી પાર કરીને ઘૂંટુ તરફ જઈ રહ્યું હતું, તે દરમિયાન ડમ્પરમાંથી રસ્તા પર સતત માટીના ઢોળાઇ રહી હતી. જેના કારણે રસ્તો ચીકણો અને જોખમી બની ગયો હતો. ખાસ કરીને પાછળ આવી રહેલા બાઈક અને અન્ય વાહનચાલકો માટે માર્ગ લપસણો બની જતાં સ્લિપ થઈને અકસ્માત સર્જાવાની ભીતિ સર્જાઈ છે.અન્ય જાગૃત વાહનચાલકોના જણાવ્યા મુજબ આવી લાપરવાહી કોઈ નિર્દોષનો જીવ પણ લઈ શકે છે. ત્યારે આવા બેફામ અને નિયમોનું ઉલ્લંઘન કરી રોડ પર જોખમ ઊભું કરતા ડમ્પર ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામા આવી છે.#Morbi #MorbiUpdate #TrafficHazard #OverloadedDumper #Mahendranagar #Ghuntu #Timbdi #RoadSafety #MorbiNews #GujaratNews