રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં દેશભક્તિ ગીતો અને શોર્ટ ફિલ્મ દ્વારા વિભાજનના વિસ્થાપિતોને શ્રદ્ધાંજલિ અપાઈમોરબી અપડેટ : અખંડ ભારતની આઝાદી વખતે વિભાજનના વિસ્થાપિતોના ત્યાગ, બલિદાન અને વેદનાની સ્મૃતિમાં 14 ઓગસ્ટ 2026 ના રોજ મોરબી ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં ‘વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસ’ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ વિભાજન વખતે પોતાના પ્રાણ ગુમાવનારા દિવંગતોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેમણે ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, આપણી આઝાદી લાખો ક્રાંતિવીરો અને વિસ્થાપિતોના મહાન બલિદાનનું પરિણામ છે. ઉજ્જવળ ભવિષ્ય અને 'વિકસિત ભારત' ના નિર્માણ માટે યુવા પેઢીએ આ ગૌરવશાળી અને અમર ઇતિહાસથી વાકેફ થવું અત્યંત અનિવાર્ય છે.કાર્યક્રમ દરમિયાન મુખ્ય વક્તા દ્વારા વિભાજનના ઐતિહાસિક પાસાઓ પર વિસ્તૃત પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતોની શાનદાર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સાથોસાથ વિભાજનની હૃદયદ્રાવક ઘટના પર આધારિત એક ટૂંકી ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેણે ઉપસ્થિત સૌની આંખો ભીની કરી દીધી હતી. આ કાર્યક્રમમાં મોરબી મેયર ઉત્તમ સુરાણી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કલેક્ટર સ્વપ્નિલ ખરે, મનપા કમિશનર સંગીતા રૈયાણી, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલકુમાર બેરવાલ, પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #PartitionHorrorsRemembranceDay #ViksitBharat #GujaratNews #IndependenceDay