શિવમ હોલ પાસે આખલાઓ બાખડ્યા, પાલિકાની ધીમી કામગીરીથી લોકોમાં રોષમોરબી અપડેટ: મોરબીના પંચાસર રોડ પર આવેલા શિવમ હોલ પાસે મુખ્ય માર્ગ પર જ બે આખલાઓ સામસામે આવી ગયા હતા. મેઈન રોડ પર જ આખલાઓ વચ્ચે યુદ્ધ જામતા આસપાસના રહીશો અને રાહદારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો. મોરબીમાં અવારનવાર આ રીતે રસ્તા પર આખલાઓ બાખડતા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.સ્થાનિક તંત્ર દ્વારા આખલાઓને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ તે અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે. હાલમાં તંત્ર દ્વારા રોજના પાંચેક જેટલા જ ગણ્યાગાંઠ્યા આખલાઓ પકડવામાં આવી રહ્યા છે. જ્યારે બીજી તરફ મોરબી શહેરમાં આખલાઓની અંદાજિત સંખ્યા 500 થી પણ વધુ હોવાની શક્યતા છે. જો રોજ માત્ર 5 આખલા પકડવામાં આવે, તો તમામ આખલા પકડતા કેટલો સમય લાગશે તે એક મોટો સવાલ છે.આખલાઓના આ આતંકથી ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ ન થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે અને એક ઝુંબેશ રૂપે આખલાઓને પકડવાની કામગીરી સત્વરે શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #StrayCattle #PanchasarRoad #MorbiNews #Gujarat