મોરબી : મોરબી _વાંકાનેર નેશનલ હાઇવે પર ગત તા.8ઓગસ્ટના રોજ મોરબીના પીપળી ગામથી રાજકોટ તાલુકાના સાતડા ગામે જઈ રહેલી વિદ્યાર્થીનીને અશોક લેલન્ડ કંપનીના બડા દોસ્ત વાહન ચાલકે લાલપર સ્મશાન નજીક પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જી ઈજાઓ પહોંચાડતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના જુની પીપળી ગામમાં પટેલ વાસ પાસે આવેલ રામજી મંદીર નજીક રહેતા નીધીબેન રમેશભાઈ જોષી ઉ.20 નામની વિદ્યાર્થીનીએ તાલુકા પોલીસ મથકમાં GJ-36-X-0339 નંબરના અશોક લેલન્ડ કંપનીના બડા દોસ્ત વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેઓ ગત તા.8 ઓગસ્ટના રોજ પોતાનું GJ-03-NG-9170 નંબરનું એક્ટિવા મોટર સાયકલ લઇ કામ સબબ રાજકોટ તાલુકાના સાતડા ગામે જતા હતા ત્યારે લાલપર ગામના સ્મશાન નજીક આરોપીએ પાછળથી એક્ટીવાને ટક્કર મારી શરીરે મૂંઢ ઈજાઓ પહોંચાડી હતી.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.