મોરબી : મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા પ્રવિણભાઇ ત્રિકમજીભાઇ અમૃતિયા પોતાના ઘેર ફળિયામાં અચાનક પડી જતા માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ મોરબીની નકલંક હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવતા સારવાર દરમિયાન પ્રવિણભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.