બે વખત ઓનલાઈન ફરિયાદ કરવા છતાં મહાનગરપાલિકાનું તંત્ર ઘોર નિંદ્રામાં મોરબી અપડેટ : મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા બોરિયા પાટી વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટો સદંતર બંધ રહેતા સ્થાનિકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ આ જ વિસ્તારમાં ધોળા દિવસે સ્ટ્રીટ લાઈટો ચાલુ રહેતી હોવાની સમસ્યા સામે આવી હતી, પરંતુ હવે રાત્રિના સમયે લાઈટો બંધ રહેતા મહાનગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા આ સમસ્યા અંગે મહાનગરપાલિકામાં 2 વખત ઓનલાઈન ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ટેલિફોનિક રજૂઆતો પણ કરવામાં આવી છે. આમ છતાં તંત્ર દ્વારા કોઈ જ ઉકેલ લાવવામાં આવ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ આ વિસ્તારમાં સળંગ 20 દિવસ સુધી સ્ટ્રીટ લાઈટો બંધ રહી હતી, ત્યારે માંડ ચાલુ થયા બાદ ફરીથી આ જ પરિસ્થિતિ સર્જાઈ છે.સ્ટ્રીટ લાઈટો બંધ હોવાના કારણે નાગરિકોને ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકો ઉગ્ર માંગ કરી રહ્યા છે કે મોરબી મહાનગરપાલિકાનું તંત્ર વહેલી તકે આંખ ખોલે અને લોકોની સુવિધા માટે બંધ પડેલી સ્ટ્રીટ લાઈટો સત્વરે ચાલુ કરાવે.#Morbi #MorbiUpdate #MorbiNews #StreetLightIssue #MorbiMunicipalCorporation #LilaparCanalRoad #PublicIssue #MorbiCity