ટંકારા : ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામે રહેતા ઘનશ્યામસિંહ જુવાનસિંહ ઝાલા ઉ.67 ગત તા.12 જુલાઈના રોજ પોતાની વાડીએ ઇલેક્ટ્રિક મોટર રીપેર કરતા હતા ત્યારે વીજશોક લાગતા પ્રથમ રાજકોટની લેન્ડમાર્ક હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે દોશી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તા.25 જુલાઈના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.