સ્થાનિક પોલીસે રોકડા રૂપિયા 24,800 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરીટંકારા : ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે છતર ગામના દેવીપૂજક વાસમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આઠ આરોપીઓને રોકડા રૂપિયા 24,800 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં ટંકારા પોલીસે દેવીપૂજક વાસમાં દરોડો પાડી આરોપી શૈલેષભાઇ ચમનભાઈ પરમાર, સુભાષભાઈ રાજેશભાઇ પરમાર અને આરોપી અજયભાઈ મહેશભાઈ પરમાર રહે.ત્રણેય છતર ગામ વાળાઓને તીનપતિ રમતા રંગેહાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 11,500 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.બીજા દરોડામાં પોલીસે છતર ગામે જય પાનની દુકાન પાછળ દરોડો પાડી આરોપી અર્જુન રાજેશભાઇ પરમાર, છગનભાઇ ધનજીભાઈ પરમાર, સંજયભાઈ રાણાભાઈ પરમાર, સાયદભાઈ જેરામભાઈ પરમાર અને કૃષ્ણભાઈ રાજેશભાઇ પરમારને રોકડા રૂપિયા 13,300 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.