મહાનગરપાલિકા કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ; નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરાશેમોરબી અપડેટ : પવિત્ર શ્રાવણ માસ અને આગામી જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા તમામ પ્રકારના કતલખાનાઓ ચોક્કસ દિવસોમાં બંધ રાખવા અને માંસ, મટન, મચ્છી તથા ચિકનના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણી દ્વારા જારી કરાયેલા જાહેરનામા અનુસાર, આગામી તારીખ 17/08/2026, 24/08/2026, 31/08/2026 અને 07/09/2026 ના રોજ આવતા “શ્રાવણ માસના સોમવાર” નિમિત્તે તેમજ તારીખ 04/09/2026 ના રોજ “જન્માષ્ટમી” ના પવિત્ર તહેવાર નિમિત્તે શહેરમાં તમામ પ્રકારના કતલખાના સંપૂર્ણપણે બંધ રાખવાના રહેશે. આ દિવસો દરમિયાન માંસ, મટન, મચ્છી અને ચિકનના વેચાણ પર પણ કડક પ્રતિબંધ રહેશે.આ જાહેરનામાની અમલવારી સંબંધિત તમામ લોકોએ ચુસ્તપણે કરવાની રહેશે. જો કોઈ વ્યક્તિ કે વેપારી દ્વારા આ જાહેરનામાનો ભંગ કરવામાં આવશે અથવા છૂપી રીતે વેચાણ કરતા પકડાશે, તો તેમની સામે ધી જી.પી.એમ.સી. (GPMC) એક્ટ-1949 ની કલમ 329 અને 336 અન્વયે ધોરણસરની કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, જેની સંબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવા તંત્ર દ્વારા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiMunicipalCorporation #ShravanMass #Janmashtami #MeatBan #GPMCAct #GujaratNews