હળવદ : હળવદ તાલુકાના ટીકર ગામની સીમમાં ગત તા.11ના રોજ વીજ થાંભલા પર ચડી વિજલાઈનનું રીપેરીંગ કરતી વખતે અચાનક વીજશોક લાગતા મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં હળવદ શહેરમાં સરા રોડ પર રઘુનંદન ટાઉનશીપમાં રહેતા રહેતા નારાયણભાઈ પ્રેમાભાઈ કથાટ ઉ.29 નામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.