5000 વીઘા જમીનને સિંચાઈનો સીધો લાભ મળશે: તાલુકા પંચાયત પ્રમુખ અને ગ્રામજનોએ ધારાસભ્ય અને સરકારનો આભાર માન્યોમોરબી અપડેટ : મોરબી તાલુકાના રાજપર ગામના ખેડૂતો અને ગ્રામજનો માટે એક અતિ મહત્વના અને આનંદના સમાચાર સામે આવ્યા છે. રાજપર ગામે આવેલા 'ઓધા તળાવ'થી 'કંડક્ટર તળાવ'ને જોડવાના મહત્વકાંક્ષી કામ માટે ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી રૂપિયા 52 લાખની રકમ મંજૂર કરવામાં આવી છે.ખેડૂતોને થશે મોટો ફાયદોઆ કામગીરી પૂર્ણ થવાથી રાજપર ગામની આશરે 5000 વીઘા ખેતીની જમીનને સિંચાઈનો સીધો લાભ મળશે. પરિણામે આ વિસ્તારના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે અને ખેડૂતોને પૂરતું પાણી મળી રહેશે, જેથી તેમની આર્થિક સમૃદ્ધિમાં વધારો થશે. આ નિર્ણયને કારણે રાજપર ગામના સમગ્ર ખેડૂત સમાજમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ ગયો છે.રાજપર ગામના જ વતની અને મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ તુલસીબેન કેતનભાઈ મારવણીયા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય કેતનભાઈ મારવાણીયા, લીલાલહેર ગ્રુપ તેમજ ગામના આગેવાનો અને ખેડૂતોએ આ લોકઉપયોગી કાર્ય માટે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે જ ગામના ખેડૂતોએ આ પ્રજાલક્ષી નિર્ણય બદલ રાજ્ય સરકારનો પણ આભાર માન્યો છે.#Morbi #RajparVillage #MorbiUpdates #GujaratNews #Farmers #IrrigationProject #Agriculture #DurlabhjibhaiDethariya #MorbiTalukaPanchayat