કઝારીયા સિરામિકમાં કામ કરતી વખતે બોઇલર પાસે પગ લપસતાં બનેલી ઘટના મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ નજીક સોરીસો ચોકડી પાસે આવેલ કઝારીયા સીરામીક ફેકટરીમાં અગિયારેક દિવસ પહેલા કામ કરતી વેળાએ મધ્યપ્રદેશના શ્રમિકનો બોઇલર પાસે પગ લપસી જતા ગરમ પાણીમાં પડી જતા દાઝી જવાથી સારવારમાં ખેસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ઘુંટુ નજીક સોરીસો ચોકડી પાસે આવેલ કઝારીયા સીરામીક ફેકટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશ રાજ્યના રિવા જિલ્લાના વતની ઉમેશભાઈ મુનાભાઈ રાવત ઉ.36 ફેકટરીના બોઇલર વિભાગ પાસે કામ કરતા હતા ત્યારે અચાનક પગ લપસી જતા ગત તા.31 જુલાઈના રોજ તેઓ બોઇલરના ગરમ પાણીમાં પડતા ગંભીર રીતે દાઝી જતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.સારવાર દરમિયાન ઉમેશભાઈનું મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.