પરશુરામ ધામ ખાતે યોજાનાર આ સમારોહમાં બ્રહ્મસમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું થશે સન્માનમોરબી અપડેટ: મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બ્રહ્મસમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના પ્રોત્સાહન અને સન્માન માટે આગામી તારીખ 16/08/2026, રવિવારના રોજ ભવ્ય 'તેજસ્વીતા અભિવાદન સમારોહ' નું આયોજન કરવામાં આવ્યું છે.નવલખી રોડ પર આવેલા પરશુરામ ધામ ખાતે સાંજે 5:00 કલાકે આ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે પ. પૂ. મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી ઉપસ્થિત રહેશે. તેમજ પ્રમુખ સ્થાન સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજના અનિલભાઈ મહેતા સંભાળશે.આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અનિરુધ્ધભાઈ દવે અને રાજકોટ મહાનગરપાલિકાના મેયર નેહલભાઈ શુક્લ વિશેષ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે પરશુરામ ધામ મોરબીના પ્રમુખ હસુભાઈ પંડ્યા અને મોરબી જિલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ ડૉ. બીપીનભાઈ કે. લહેરૂ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડશે.કાર્યક્રમમાં પ્રસાદના દાતા તરીકે હંસાબેન તથા નરેન્દ્રભાઈ ઠાકર (ઠાકર લોજ પરિવાર) રહેશે. સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના પ્રમુખ રાજેન્દ્રભાઈ કે. ભટ્ટ, મહામંત્રીઓ નિરજભાઈ એસ. ભટ્ટ અને જયેશભાઈ પી. દવે દ્વારા બ્રહ્મસમાજના તમામ શ્રેષ્ઠીઓ, વાલીઓ અને સ્વજનોને આ પારિવારિક સમારોહમાં સહપરિવાર ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે.#Morbi #MorbiUpdate #Brahmasamaj #TejasveetaAbhivadan #ParshuramDham #StudentFelicitation #MorbiNews #GujaratNews