સજ્જનપર ગામના માર્ગ પર મેટલ ખાલી કરી દેવાઈ, સ્થાનિકો દ્વારા ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહીની માંગમોરબી અપડેટ : મોરબી પંથકમાં ડમ્પર અને હેવી વાહન ચાલકોની બેદરકારીના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો સજ્જનપર ગામના માર્ગ પરથી સામે આવ્યો છે, જ્યાં કોઈ અજાણ્યા ડમ્પર ચાલકે રસ્તાની વચ્ચોવચ મેટલ (પથ્થર) નો મોટો ઢગલો કરી દીધો છે. આ બેજવાબદાર કૃત્યના કારણે રસ્તેથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિક જાગૃત નાગરિકના જણાવ્યા અનુસાર, મોરબીથી સજ્જનપર ગામ તરફ આવતા પાકા રસ્તા પર એક ડમ્પર ચાલક પોતાની ગાડીમાં ભરેલ મેટલ રોડ પર જ ઠાલવીને જતો રહ્યો છે. રસ્તા પર આટલો મોટો પથ્થરોનો ઢગલો હોવાથી અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને રાત્રિના સમયે અજાણ્યા વાહનચાલકો જો અહીંથી પસાર થાય તો અકસ્માત સર્જાઇ શકે છે અને મોટી જાનહાનિ પણ થઈ શકે છે.આ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનો અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એલ લોકોનું કહેવું છે કે જો આવી રીતે જ રસ્તાઓ પર આડેધડ માલ ઠાલવીને વાહનચાલકો જતા રહેતા હોય તો આવા ડમ્પરોને ગામમાંથી પસાર થવા દેવા જોઈએ નહીં. તંત્ર અને પોલીસ દ્વારા આ બાબતે તાત્કાલિક નોંધ લઈ, સીસીટીવી કે અન્ય તપાસના આધારે જવાબદાર ડમ્પર ચાલકને ઝડપી પાડી તેની સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #Sajjanpar #TrafficIssue #RoadSafety #DumperTerror #GujaratNews #MorbiNews