મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલે રાત્રે બાતમીને આધારે શહેરના નાની બજાર વિસ્તારમાં દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. દરોડા દરમિયાન પોલીસે 9 આરોપીઓની અટકાયત કરી હતી જયારે એક આરોપી ન અસી જતા આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે નાની બજારમાં જાહેરમાં રમાઈ રહેલા જુગાર પર દરોડો પાડતા આરોપી (૧)એજાજભાઇ મહેબુબભાઇ ચાનીયારહે. નાનીબજાર (૨) સોહિલભાઇ સલીમભાઇ બ્લોચ રહે. નાનીબજાર (૩) આદિલભાઇ યુનુસભાઇ બ્લોચ રહે. નાનીબજાર (૪) ગુલામહુશેનભાઇ ફીરોઝભાઇ બ્લોચ જાતે.મકરાણી ઉ.વ.૨૮ રહે.મોરબી ચૌહાણશેરી નાનીબજાર (૫) અકરમભાઇ મહેબુબભાઇ શાહમદાર રહે. મકરાણીવાસ (૬)ઝુબેરભાઇ ઉર્ફે બબુડો મહેબુબભાઇ માયક રહે.મોરબી પંચાસરોડ (૭) ઇમરાનભાઇ યુસુફભાઇ તલાટ રહે.પંચાસર રોડ (૮) હુશેનભાઇ રફીકભાઇ વડાવરીયા રહે.પંચાસર રોડ અને આરોપી (૯) અલ્તાફભાઇ કાસમભાઇ કુરેશી રહે.ખાટકીવાસ તલાવડીવાસ વાળાઓ પકડાઈ ગયા હતા જયારે આરોપી (૧૦) મુસ્તાક દાઉદભાઇ દાવલીયા રહે. મકરાણીવાસ વાળો નાસી ગયો હતો.પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂપિયા ૪૭,૧૦૦ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.