પોતાનું પાકું મકાન બનાવવાની ઉત્તમ તક: 4 હપ્તામાં મળશે સહાય, જાણો પાત્રતા અને અરજી કરવાની રીત...મોરબી અપડેટ : સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 (શહેરી) નું અમલીકરણ કરવામાં આવ્યું છે. જેમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા બેનીફીશયરી લેડ કન્સ્ટ્રકશન (BLC) ઘટકના ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા માટે ઓનલાઈન પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે.આ BLC ઘટક અંતર્ગત નેશનલ બિલ્ડીંગ કોડના ધારા-ધોરણ મુજબ 30 ચો.મી થી 45 ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીની મર્યાદામાં ઓછામાં ઓછા 2 રૂમ, રસોડું, અને શૌચાલય-બાથરૂમની સુવિધા સાથે પાકા નવા આવાસનું બાંધકામ કરી શકાશે. જે માટે પ્રતિ આવાસ દીઠ કેન્દ્ર સરકાર દ્વારા રકમ રૂ. 1,50,000 અને રાજ્ય સરકાર દ્વારા રકમ રૂ. 2,50,000 એમ કુલ મળીને રકમ રૂ. 4,00,000 ની સહાય 4 હપ્તામાં મળવાપાત્ર રહેશે.આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારના નાગરિક હોવા જોઈએ. જેઓ પોતાની માલિકીનું કાચું, અર્ધ કાચું, જર્જરિત મકાન કે ખુલ્લો પ્લોટ ધરાવે છે અને તેઓની કૌટુંબિક વાર્ષિક આવક રકમ રૂ. 3.00 લાખ સુધીની છે, તેમજ ભારતમાં અગાઉ આવાસની યોજનાના કોઈપણ ઘટકમાં લાભ લીધેલ નથી, તેવા લાભાર્થીઓ જો પોતાની માલિકીનું પાકું નવું મકાન બાંધવા ઈચ્છે છે તેઓને ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.લાભાર્થીઓ ઓનલાઈન અરજી કરવા માટે https://pmaymis.gov.in/PMAYMIS2_2024/PMAY_SURVEY/EligiblityCheck.aspx લીંક પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ યોજના અંગેની વધુ માહિતી મેળવવા માટે મોરબી મહાનગરપાલિકા કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiMunicipalCorporation #PMAY2 #PMAYUrban #PradhanMantriAwasYojana #BLCComponent #GujaratGovernment #HousingScheme