ગૌરક્ષકો અને પોલીસની સંયુક્ત કામગીરી: મોરબી મહાનગરપાલિકાની હદમાં ગેરકાયદે ચાલતા કતલખાનાઓ મુદ્દે હિન્દુ સંગઠનોનો રોષમોરબી અપડેટ : તારીખ 10-08-2026 ના રોજ વહેલી સવારે મોરબીના ખાટકીવાસમાં કતલખાને લઈ જવાતા 15 ઘેટાંને બચાવી લેવામાં આવ્યા છે. ગૌરક્ષકોને મળેલી બાતમીના આધારે કચ્છ બાજુથી આવતી કારને ઝડપી પાડવામાં આવી છે. આ ઓપરેશન મોરબી ગૌરક્ષક, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી, રાષ્ટ્રીય સનાતન સેના, હિન્દુ યુવા વાહિની, ચોટીલા ગૌરક્ષક અને લીંબડી ગૌરક્ષકની ટીમ દ્વારા સંયુક્ત રીતે પાર પાડવામાં આવ્યું હતું.વિગતો મુજબ, ગૌરક્ષકોને ચોક્કસ બાતમી મળી હતી કે વહેલી સવારે કચ્છ બાજુથી માળિયા થઈને મોરબી ખાટકીવાસમાં એક કાર (નંબર GJ 39 CB 4056) માં ક્રૂરતાપૂર્વક ઘેટાં ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. આ માહિતી મળતા જ ગૌરક્ષકો માળિયા પાસે વોચમાં બેઠા હતા. બાતમી મુજબની કાર પસાર થતા 112 નંબર પર ફોન કરી પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ અને ગૌરક્ષકોએ મોરબી નજીક રવિરાજ ચોકડી પાસે કારને રોકાવીને ચેકિંગ કર્યું હતું.ચેકિંગ દરમિયાન કારમાં કોઈ પણ પ્રકારની પાસ પરમિટ કે ઘાસ-પાણીની સુવિધા વિના, હલીચલી ન શકે તેવી ક્રૂર રીતે 15 ઘેટાં ભરેલા મળી આવ્યા હતા. ડ્રાઇવરની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે આ જીવો કચ્છ બાજુથી લાવવામાં આવ્યા છે અને મોરબીના ખાટકીવાસમાં કતલ કરવા માટે લઈ જવામાં આવી રહ્યા છે. આ મામલે પોલીસે આરોપી ડ્રાઈવર અને તેની સાથે બેઠેલા અન્ય 1 વ્યક્તિની અટકાયત કરી ઈકો કાર જપ્ત કરી છે.અબોલ જીવોને કતલખાને લઈ જવાના આવા બનાવો વારંવાર બનતા હોવાથી સ્થાનિક હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગૌરક્ષકો સવાલ ઉઠાવી રહ્યા છે કે મોરબી મહાનગરપાલિકા દ્વારા કતલખાનાની કોઈ પરમિશન આપવામાં આવી ન હોવા છતાં, ખાટકીવાસમાં ગેરકાયદેસર રીતે કતલખાના કેવી રીતે ધમધમી રહ્યા છે? અવારનવાર રજૂઆતો કરવા છતાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ બાબતે આંખ આડા કાન કરવામાં આવતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. મોરબી શહેરમાં વસવાટ કરતા હિન્દુ સમાજ અને ગૌરક્ષકો આ ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓ તાત્કાલિક ધોરણે બંધ કરાવવા ઉગ્ર માંગ કરી રહ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #AnimalRescue #GauRakshak #VishwaHinduParishad #BajrangDal #MorbiPolice #GujaratNews