મોરબી અપડેટ : મોરબીમાં આજે વરસી રહેલા વરસાદની સાથે સાથે ટ્રાફિક જામની મોટી સમસ્યા પણ સામે આવી છે. મહેન્દ્રનગર ચોકડી ખાતે ચારેય તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.વરસાદી માહોલ વચ્ચે રસ્તાઓ પર મોટા ટ્રકો, લોડિંગ વાહનો, કાર અને રિક્ષાઓ ફસાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. મહેન્દ્રનગર ચોકડીની આસપાસ અને ફ્લાયઓવરની નીચેના ભાગમાં વાહનોની લાંબી લાઈનો લાગી હતી, જેના કારણે સ્થાનિકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ ધીમી ધારે વરસી રહેલો વરસાદ અને બીજી તરફ આ ટ્રાફિક જામને લીધે વાહનચાલકો અટવાયા હતા.#Morbi #MorbiNews #TrafficJam #RainUpdate #MorbiUpdate #MahendranagarChokdi #Monsoon2026