ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકસાન અંગે માર્ગદર્શન આપી નશા મુક્તિના શપથ લેવાયા: 200 વિદ્યાર્થીઓને ફૂલ સ્કેપ બુકનું વિતરણ કરાયુંમોરબી અપડેટ : કેન્દ્ર સરકારના વ્યસન અને નશા મુક્તિ અભિયાન અંતર્ગત લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા મોરબી તાલુકાની છબીબેન મહાદેવભાઈ જાકાસણીયા હાઈસ્કૂલ, જેતપર (મ.) ખાતે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે સ્વચ્છતા તથા વ્યસન અને નશા મુક્તિ અભિયાન પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય સંજીવભાઈ જાવિયા દ્વારા તમામ લાયન સભ્યોનેૂ આવકારીને શાબ્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લાયન પરસોતમભાઈ કાલરિયા દ્વારા વ્યસનની વ્યાખ્યા આપી સમાજની નાની-મોટી કુટેવરૂપી વ્યસનોથી દૂર રહી તંદુરસ્ત પરિવાર અને સમાજ ઉત્થાન માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.ત્યારબાદ પૂર્વ પ્રમુખ લાયન ત્રિભોવનભાઈ સી. ફુલતરિયાએ 'જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા' સૂત્ર આપી વિદ્યાર્થીઓને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગુટખા, તમાકુ, બીડી, દારૂ અને ડ્રગ્સ જેવા નશાકારક પદાર્થોના સેવનથી શારીરિક અને માનસિક નુકસાન થાય છે તેમજ આર્થિક બરબાદી સાથે કેન્સર જેવા ગંભીર રોગોને આમંત્રણ મળે છે. આવા વ્યસનોથી યુવાધન બરબાદ થઈ જાય છે અને યુવાનો જ દેશ તથા ઘરનું ભવિષ્ય છે.આ પ્રોજેક્ટમાં ક્લબના પ્રમુખ જગદીશભાઈ ડી. કાવર, પાસ્ટ પ્રમુખો કેશુભાઈ દેત્રોજા, અમરશીભાઈ અમૃતિયા, અમિતભાઈ એસ. સુરાણી તેમજ હાઈસ્કૂલનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ક્લબના ખાનચી લાયન મણીલાલ જે. કાવર તરફથી શાળાના 200 વિદ્યાર્થીઓને ફૂલ સ્કેપ બુક ભેટ આપવામાં આવી હતી. તેમજ લાયન ત્રિભોવનભાઈ ફુલતરિયા દ્વારા તમામ વિદ્યાર્થીઓ, શાળાનો સ્ટાફ અને લાયન્સ ક્લબના સભ્યોને વ્યસન અને નશા મુક્તિના શપથ લેવડાવવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મહેન્દ્રભાઈ સોનગ્રા દ્વારા આભારવિધિ કરવામાં આવી હોવાનું સેક્રેટરી લાયન નાનજીભાઈ મોરડીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે#Morbi #MorbiUpdate #LionsClub #AntiAddiction #CleanlinessCampaign #Jetpar #StudentWelfare #MorbiNews #GujaratNews