એલસીબી મોરબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી 117 બોટલ ઇંગ્લિશ દારૂ કબ્જે કર્યો : બે શખ્સો વોન્ટેડમોરબી અપડેટ : મોરબી એલસીબીની ટીમે માળિયા (મીં) પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા નાના દહીસરા ગામે રેલવે ફાટક સામે આવેલી એક ઓરડીમાં દરોડો પાડીને રૂપિયા 66,105 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. આ મામલે બે શખ્સો સામે ગુનો દાખલ કરી તેમને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડનો સ્ટાફ કામગીરી કરી રહ્યો હતો. તે દરમિયાન સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વિજયભાઈ નારણભાઈ ચાવડા (રહે. શક્ત શનાળા, મોરબી) તથા હરેશભાઈ નરશીભાઈ બારોટ (રહે. રાજકોટ) બંને ભાગીદારીમાં પીપળીયા ચાર રસ્તાથી નવલખી જતા રોડ પર નાના દહીસરા રેલવે ફાટકની સામે કાચા રસ્તા ઉપર આવેલા પોતાના કબ્જાવાળા ડેલામાં આવેલી સિમેન્ટના પતરા વાળી ઓરડીમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો રાખીને વેચાણ કરે છે.આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરતા સ્થળ પરથી ગ્રીન લેબલ એક્સપોર્ટ સ્પેશિયલ ધ રીચ બ્લેન્ડ વ્હીસ્કીની કુલ 117 બોટલ (કિંમત રૂ. 66,105) મળી આવી હતી. પોલીસે આ મુદ્દામાલ કબ્જે કરી માળિયા (મીં) પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધાવ્યો છે. દરોડા સમયે આરોપી વિજયભાઈ નારણભાઈ ચાવડા અને હરેશભાઈ નરશીભાઈ બારોટ હાજર ન મળી આવતા બંનેને વોન્ટેડ જાહેર કરી ઝડપી લેવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી તથા પી.એસ.આઈ. એલ.સી.બી. તથા પી.એસ.આઈ. પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબી તથા તેમના સ્ટાફના માણસો જોડાયા હતા.#Morbi #MorbiUpdate #LCBMorbi #GujaratPolice #CrimeNews #Maliya #Prohibition #LiquorSeized