વાંકાનેર : મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ આઇ.બી.ઝા કારખાના પાસે ગઈકાલે સાંજના સમયે સીએનજી રીક્ષા નંબર જીજે-૩૬-ડબલ્યુ-૩૦૯૩ના ચાલકે પુરપાટ ઝડપે પોતાની રીક્ષા ચલાવી સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા રીક્ષા પલ્ટી ગઈ હતી.આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા પીપળીયા રાજ ગામના સાકીરભાઈ ભોરણિયા તેમજ રીક્ષા ચાલક મકસુદભાઇ ફકરૂદીનભાઇ કડીવાર રહે.પીપળીયારાજ વાળાને ઇજા પહોંચી હતી જયારે અકરમરજા અબ્દુલભાઇ ભોરણીયા ઉ.34 ને ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે મૃતકના કાકા યાકુબભાઇ અલાવદીભાઇ ભોરણીયાની ફરિયાદના આધારે રીક્ષા ચાલક મકસુદભાઇ ફકરૂદીનભાઇ કડીવાર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.