ત્રણ શખ્સોએ ઈટના ઘા મારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી મોરબી : મોરબી શહેરના વિસીપરા વિસ્તારમાં બિલાલી મસ્જિદ પાસે ગઈકાલે રાત્રીના સમયે ત્રણ શખ્સોએ યુવક સાથે સામે કેમ જુવે છે કહી ઝઘડો કરી ઇતના ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી અપાતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વિસીપરામાં ઉજાલા ડેરી પાસે રહેતા અને સેન્ટ્રીંગ કામ કરી ગુજરાન ચલાવતા ફરિયાદી નિજામભાઇ જુસબભાઇ માણેક ઉ.22એ આરોપી જયેશ અગેચણીયા રહે.અમરેલી રોડ, વીસીપરા મોરાબી તથા અન્ય બે અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગતરાત્રીના ફરિયાદી બિલાલી મસ્જિદ પાસેથી પસાર થતા હતા ત્યારે આરોપી જયેશે સામું કેમ જુવે છે કહી ઝઘડો કરી તેની સાથે રહેલા બે શખ્સોએ માથાના ભાગે ઈટના ત્રણ ઘા મારી દઈ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.