મોરબી અપડેટ : મોરબી નજીક આવેલા લાલપર પાસેના રિયલ પ્લાઝા 1 વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી ગંદા પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. અહીં આવેલી એક હોટલનું ગંદુ પાણી જાહેર માર્ગ પર ફરી વળતા સ્થાનિક વેપારીઓ, ઉદ્યોગકારો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિકો દ્વારા જણાવ્યા અનુસાર, જ્યારથી વરસાદની શરૂઆત થઈ છે ત્યારથી એટલે કે અંદાજિત છેલ્લા 10 દિવસથી આ રોડ પર સતત ગંદુ પાણી વહી રહ્યું છે. હાલમાં આ પાણી એટલી હદે દુર્ગંધ મારી રહ્યું છે કે અહીંથી પસાર થવું કે આસપાસ ઊભા રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. રોડ પર કાદવ-કીચડ અને ગંદા પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.ગંદા અને દુર્ગંધયુક્ત પાણીના ભરાવાના કારણે આસપાસના વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધવાની અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યાપી ગઈ છે. જાહેર માર્ગ પર આ રીતે દુષિત પાણીની રેલમછેલ થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સંબંધિત તંત્ર દ્વારા સત્વરે આ સ્થળની મુલાકાત લઈ ગંદા પાણીનો નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.#Morbi #Lalpar #RealPlaza #Waterlogging #CivicIssue #MorbiNews #MorbiUpdate #PublicProblem