મોરબી અપડેટ : મોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ (એલ.ઈ. કોલેજ) ખાતે આગામી 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી કલેક્ટર કચેરી તથા જિલ્લા યુવા રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગના માર્ગદર્શન હેઠળ આવતીકાલે તારીખ 12 ઓગસ્ટ ને બુધવારના રોજ કોલેજ કેમ્પસમાં તિરંગા યાત્રા અને પોસ્ટર ડ્રોઈંગ સ્પર્ધા યોજાશે.માય ઇન્ડિયા માય પ્રાઇડ વિષય પર ડ્રોઈંગ કોમ્પિટિશનવિદ્યાર્થીઓમાં રહેલી કલાને બહાર લાવવા અને દેશપ્રેમ વ્યક્ત કરવા માટે બપોરે 1:30 થી 2:30 કલાક દરમિયાન આઇ.ટી. વિભાગના ગ્રાઉન્ડ ફ્લોર પર ડ્રોઈંગ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધાનો વિષય 'માય ઇન્ડિયા માય પ્રાઇડ' (My India My Pride) રાખવામાં આવ્યો છે. જેમાં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ ઓન ધી સ્પોટ (On the spot) નામ નોંધાવી શકશે. સ્પર્ધકોને ડ્રોઈંગ શીટ કોલેજ તરફથી જ આપવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને 1, 2, તથા 3 ક્રમે વિજેતા થનાર કૃતિઓને ઈનામ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે.દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રાડ્રોઈંગ સ્પર્ધા પૂર્ણ થયા બાદ, બપોરે 3:00 કલાકે કોલેજ કેમ્પસથી જિલ્લા સેવા સદન (સો ઓરડી) સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. 'એક ધ્વજ. એક રાષ્ટ્ર. એક ગૌરવ.' અને વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના ગૌરવ સાથે આ યાત્રા નીકળશે. જેમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો જોડાશે. યાત્રા દરમિયાન રાષ્ટ્રધ્વજનું સંપૂર્ણ સન્માન જાળવવા અને વોલન્ટિયર્સ તથા ફેકલ્ટીની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવતા કો-ઓર્ડિનેટર્સઆ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના આચાર્યના માર્ગદર્શન હેઠળ ઓવરઓલ કો-ઓર્ડિનેટર જે. બી. ભેડા (જનરલ વિભાગ) દ્વારા કરવામાં આવી રહ્યું છે. જ્યારે ડિપાર્ટમેન્ટ કો-ઓર્ડિનેટર તરીકે જી. એન. સરવૈયા (ઈલેક્ટ્રિકલ), ડી. બી. પટેલ (મિકેનિકલ), આર. આર. કેશવાલા (આઇ.ટી.), એચ. ડી. બાંભવા (સિવિલ), ડી. કે. અંજારિયા (જનરલ), વી. પી. પરીખ (પ્રોડક્શન), એચ. ડી. સંતોકી (ઈન્ડસ્ટ્રીયલ), એસ. એન. ગોહિલ (પાવર ઈલેક્ટ્રોનિક્સ) અને એ. ડી. કાલરીયા (કેમિકલ) જહેમત ઉઠાવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #LECollege #MorbiNews #TirangaYatra #IndependenceDay #MyIndiaMyPride #VandeMataram150 #DrawingCompetition #HarGharTiranga