મોરબી અપડેટ : પીજીવીસીએલ દ્વારા મેઇન્ટેનન્સ અને નવા ટ્રાન્સફોર્મર ચાર્જ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આવતીકાલે તારીખ 12 ઓગસ્ટ ને બુધવારના રોજ મોરબીના ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ અને મોરબી શહેર પેટા વિભાગ-2 હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના 66 KV ઘૂંટુ રોડ (ઘૂંટુ-1) એસએસમાંથી નીકળતો વિવાંટા ફીડર સવારે 8:30 થી બપોરે 1 કલાક સુધી લાઈન મેઇન્ટેનન્સના કામ માટે બંધ રહેશે. 66 KV મહેન્દ્રનગર એસએસમાંથી નીકળતા સિરામિક IND અને શોભેશ્વર IND ફીડર સવારે 8 થી સાંજે 6 કલાક સુધી MVCC કંડક્ટરના કામ માટે બંધ રહેશે. મોરબી શહેર પેટા વિભાગ-2માં સવારે 8 થી બપોરે 1 કલાક સુધી (નવું ટ્રાન્સફોર્મર ચાર્જ કરવા તથા મેઇન્ટેનન્સની કામગીરી માટે) ત્રાજપર ફીડર હેઠળ આવતા વિસ્તારો જેવા કે તાલુકા પોલીસ લાઈન, હાઉસિંગ બોર્ડ, પાવન પાર્ક, ગીતા પાર્ક, કમલાપાર્ક, ત્રાજપર ગામ, નિત્યાનંદ સોસાયટી, અંબિકા સોસાયટી, આનંદ નગર, મધુરમ, મયુર સોસાયટી વગેરે તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. આ તમામ ફીડરમાં આવતા તમામ રહેણાક, વાણિજ્ય, તેમજ ઔદ્યોગિક (એચ.ટી) વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે તેમ નાયબ ઇજનેર દ્વારા જણાવાયું છે.#MorbiUpdate #MorbiNews #PGVCL #PowerCut #Morbi #Ghuntu #Mahendranagar #Trajpar