નહેરુ ગેટ પાસે ટ્રાફિક પીએસઆઈ ડી.બી. ઠક્કર અને ટીઆરબી સ્ટાફે 1 કલાકની ભારે જહેમત બાદ બાળકના પરિવારને શોધી કાઢ્યોમોરબી અપડેટ : આવતીકાલથી દશામાના વ્રત શરૂ થઈ રહ્યા છે, ત્યારે આજે સાંજથી જ મોરબીની બજારોમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે. સાંજે 4 વાગ્યાથી લઈને મોડી રાત સુધી લોકો ઉમટી પડ્યા છે. આ દરમિયાન નહેરુ ગેટ પાસે ભારે ભીડમાં એક નાનું બાળક તેના વાલીથી વિખૂટું પડી ગયું હતું અને રડવા લાગ્યું હતું.પોલીસ અધિક્ષકની સૂચના અને ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ નહેરુ ગેટ વિસ્તારમાં ટ્રાફિક નિયમન કરી રહેલી ટીમને આ રડતું બાળક નજરે પડ્યું હતું. પોલીસે તાત્કાલિક બાળકને ટ્રાફિક ચોકી પાસે લાવી તેને સાંત્વના આપી હતી. આ અંગે ટ્રાફિક પીએસઆઈ ડી.બી. ઠક્કરને જાણ થતાં તેઓએ ટીઆરબી સ્ટાફની મદદથી બાળકના વાલીવારસની શોધખોળ શરૂ કરી હતી.આશરે 1 કલાકની શોધખોળ બાદ બાળકના વાલી મળી આવતા પોલીસે બાળકને હેમખેમ તેમને સોંપ્યું હતું. પોતાના વહાલસોયા બાળકને પરત મેળવીને પરિવારે હાશકારો અનુભવ્યો હતો અને ટ્રાફિક પોલીસનો ખુબ ખુબ આભાર માન્યો હતો. મોરબી ટ્રાફિક પોલીસે સરાહનીય કામગીરી કરી 'પોલીસ પ્રજાનો મિત્ર છે' તે સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું હતું.#MorbiUpdate #MorbiNews #MorbiPolice #TrafficPolice #DashamaVrat #LostChildFound #Morbi