નંદીઘરમાંથી પણ 600થી વધુ પશુઓને જુદી-જુદી ગૌશાળા તથા પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યામોરબી અપડેટ: મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા શહેરમાં જાહેર માર્ગો પર અડચણરૂપ બનતા રખડતા પશુઓ પકડવાની કામગીરી પુનઃશરૂ કરવામાં આવી છે. જેમાં છેલ્લા એક સપ્તાહમાં 25 જેટલાં ઢોર પકડવામાં આવ્યા છે, અને હાલ દરરોજ 5 જેટલા જ ઢોર પકડવામાં આવી રહ્યા છે. ઓગસ્ટ 2026 સુધીમાં જાહેર માર્ગ પરથી કુલ 3,527 રખડતા પશુઓને પકડવામાં આવ્યા છે. પકડાયેલા પશુઓને મોરબી જિલ્લાની આજુબાજુની ગૌશાળા, નંદીઘર તથા પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે. મનપા હસ્તકના નંદીઘરમાંથી પણ 600થી વધુ પશુઓને જુદી-જુદી ગૌશાળા તથા પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા છે. ANCD શાખા દ્વારા અત્યાર સુધીમાં 306 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવ્યા છે, જ્યારે 33 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ આપવામાં આવી છે અને 49 નાગરિકોના પેટડોગનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.તંત્ર દ્વારા કુલ 2,920 પશુઓનું RFID તથા Tagging કરવામાં આવ્યું છે, અને આગામી સમયમાં પણ આ કામગીરી ANCD શાખા દ્વારા યથાવત રાખવામાં આવશે. આ સાથે પશુ માલિકો તથા પેટડોગ માલિકોને પોતાના પશુઓ અને પેટડોગનું વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવવા માટે અપીલ કરવામાં આવી છે. તેમ મહાપાલિકાની યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #StrayAnimals #ANCDBranch #MorbiMunicipalCorporation #AnimalRegistration #MorbiNews #GujaratNews