અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો આપશે સેવા: જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક દવા, ટેસ્ટ અને ઓપરેશનની સુવિધા મળશેમોરબી અપડેટ: મોરબીમાં કનકેશ્વરીદેવીની પ્રેરણાથી તેમજ શ્રી ખોખરા હનુમાનજી ધામ, ભરતનગર - બેલા રોડ અને અમદાવાદની પ્રખ્યાત રાજસ્થાન હોસ્પિટલ્સના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 16/08/2026, રવિવારના રોજ સવારે 09:00 વાગ્યાથી નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના નિષ્ણાત અને અનુભવી ડોક્ટરો દ્વારા વિવિધ રોગોનું નિદાન કરવામાં આવશે. કેમ્પમાં ઉપલબ્ધ સેવાઓની વિગત નીચે મુજબ છે: • હૃદય, વાસ્ક્યુલર પેઇન અને વેરીકોઝ વેઇનના નિષ્ણાત ડોક્ટરો • હાડકા અને જોઈન્ટ રિપ્લેસમેન્ટના ડોક્ટરો • આંખ તથા કાન-નાક-ગળાના (ENT) રોગોના નિષ્ણાત ડોક્ટરો • નવજાત શિશુ તથા બાળરોગના નિષ્ણાત ડોક્ટરો • જનરલ ફિઝિશિયન દ્વારા દર્દીઓની તપાસકેમ્પમાં આવનાર જરૂરિયાતમંદ દર્દીઓ માટે કાર્ડિયોગ્રામ (ECG) અને ડાયાબિટીસ ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. દર્દીઓએ પોતાના જૂના રિપોર્ટ્સ તથા એક્સ-રે સાથે લઈને આવવાના રહેશે. વિશેષમાં, કેમ્પમાં તપાસ બાદ દર્દીઓને દવા અને ઓપરેશન સહિતની ટ્રીટમેન્ટ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.મોરબી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ લોકો વધુમાં વધુ આ સેવાનો લાભ લે તે માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. કેમ્પને લગતી વધુ માહિતી માટે અનિલભાઈ મહેતા (મો. 97277 31361) અથવા પ્રકાશભાઈ કોરીંગા (મો. 98252 51979) નો સંપર્ક કરવાનો રહેશે.#Morbi #MorbiUpdate #MedicalCamp #BelaRoad #KhokharaHanumanDham #RajasthanHospital #FreeHealthCamp #MorbiNews #GujaratNews