કબીર ટેકરી વિસ્તારમાં દુકાન બંધ હોવાથી 700 જેટલા રેશનકાર્ડ ધારકોને મોંઘા ભાડા ખર્ચીને અનાજ લેવા જવું પડતું હોવાની કોર્પોરેટરની રાવમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 ના કોર્પોરેટર જશવંતીબેન પી. સોનગ્રા દ્વારા મોરબી જિલ્લા કલેકટરને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં વોર્ડ નંબર 13 માં આવતા વાઘપરા અને કબીર ટેકરી વિસ્તારના લોકોની સુવિધા માટે સસ્તા અનાજની નવી દુકાન તાત્કાલિક ચાલુ કરવા માંગ કરવામાં આવી છે.કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે, ઘણા સમય પહેલા કબીર ટેકરી વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન કાર્યરત હતી. પરંતુ દુકાનદારનું અવસાન થયા બાદ આ દુકાન ફરીથી ચાલુ કરવામાં આવી નથી. આ વિસ્તારમાં આશરે 700 જેટલા કાર્ડ ધારકો છે. દુકાનદારના અવસાન બાદ આ તમામ કાર્ડ ધારકોને અન્ય દુકાનદારને ફાળવી દેવામાં આવ્યા છે. જેને કારણે સ્થાનિક પ્રજાને પોતાનું રેશનિંગ લેવા માટે મોંઘા દાટ રીક્ષા ભાડા ખર્ચીને દૂર સુધી જવું પડે છે.વધુમાં જણાવાયું છે કે, આજદિન સુધી નવી દુકાન માટે કોઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી. તેથી સ્થાનિકોની આર્થિક અને શારીરિક હાલાકીને ધ્યાને રાખીને આ બાબતે તાત્કાલિક નવી દુકાનનું જાહેરનામું બહાર પાડી નિયમોનુસાર કાર્યવાહી કરવા કોર્પોરેટર દ્વારા માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, આ મામલે તંત્ર દ્વારા લેવાયેલા પગલાં અંગે અરજદાર કોર્પોરેટરને પણ જાણ કરવા વિનંતી કરાઈ છે જેથી તેઓ આગળની કાર્યવાહી કરી શકે.#Morbi #MorbiUpdate #MorbiNews #WardNo13 #RationShop #MorbiCorporator #GujaratNews