ગ્રાહક અદાલતે HDFC એર્ગો જનરલ ઇન્સ્યોરન્સને 12,00,000 રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો, ગ્રાહક સુરક્ષા મંડળની મદદથી અદાલતમાં મળ્યો ન્યાયમોરબી અપડેટ : મોરબી તાલુકાના રાજપર ગામના વતની મયુરભાઈ બીજલભાઈ કટારીયાની ગાડી હળવદ હાઇવે પર સળગી જતા વીમા કંપનીએ વીમો આપવાનો ઇનકાર કર્યો હતો. આ મામલે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં નામદાર કોર્ટે વીમા કંપની HDFC એર્ગો જનરલ ઇન્સ્યોરન્સને રૂપિયા 1200000 (બાર લાખ રૂપિયા) પૂરા ચૂકવવાનો આદેશ કર્યો છે.આગ લાગવાથી વાહન સંપૂર્ણ નાશ પામ્યું હતું આ કેસની વિગત એવી છે કે મોરબી તાલુકાના રાજપર ગામના વતની મયુરભાઈ બીજલભાઈ કટારીયા પોતાનું વાણિજ્ય વાહન લઈને કૈલાસ પેપરમીલ માળિયાથી અમદાવાદ હાઈવે પર જતા હતા. ત્યારે ઓચિંતા હળવદ હાઈવે ઉપર વાહનમાં એકાએક આગ લાગતા વાહન સંપૂર્ણ નાશ પામ્યું હતું.વીમા કંપનીએ બહાના બતાવી 1200000 નો વીમો નકાર્યોમયુરભાઈએ HDFC એર્ગો જનરલ ઇન્સ્યોરન્સની ગુડઝ કેરીંગ કોમ્પ્રિહેન્સિવ વીમા પોલીસી લીધી હતી. વાહન સળગી ગયા બાદ વીમા કંપનીએ રેપ્યુડ લેટરથી ફરિયાદીને 1200000 રૂપિયાનો વીમો આપવાની ના પાડી દીધી હતી. વીમા કંપનીએ ગ્રાહક અદાલતમાં દલીલ કરી હતી કે ગાડીમાં એક્સ્ટ્રા LED લાઈટ એસેસરીઝ ફીટ કરવાથી તથા વાહનની યોગ્ય માવજતના અભાવે આગ લાગેલ છે.ગ્રાહક કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદોઅદાલતે નોંધ્યું કે વીમા કંપનીએ એડઓન કવર પેટે ફરિયાદી પાસેથી પ્રીમિયમ લીધેલ છે અને ગ્રાહક નિયમિત પ્રીમિયમ ભરેલ છે. વીમા કંપનીની સેવામાં ખામી હોવાથી રેપ્યુડ લેટરથી વીમા નામંજૂર થાય નહીં. આથી નામદાર કોર્ટે વીમા કંપનીને મયુરભાઈને પૂરો વીમો રૂ. 1200000 (બાર લાખ રૂપિયા) પૂરા ચૂકવવાનો આદેશ કરેલ છે.ગ્રાહકોને પોતાના હક માટે લડવા અપીલપોતાની 1200000 ની પોલીસી નામંજૂર થતા અને અન્યાય થતા મયુરભાઈએ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. મંડળ દ્વારા જણાવાયું છે કે ગ્રાહકને કોઈપણ જગ્યાએ અન્યાય થાય તો પોતાના હિત અને હક માટે હંમેશાં લડવું જોઈએ. કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો તેઓ સંસ્થાના લાલજીભાઈ મહેતા, રામભાઈ મહેતા, બળવંતભાઈ ભટ્ટ અથવા હિતેશભાઈ મહેતાનો સંપર્ક કરી શકે છે.#MorbiUpdate #MorbiNews #ConsumerCourt #MorbiGrahakSurakshaMandal #HDFCErgo #InsuranceClaim #Morbi #Halvad #Justice #MorbiCity