વિવિધ વિભાગોની કામગીરીનું નિરીક્ષણ કર્યુ અને હાજરી પત્રકો ચકાસ્યા મોરબી અપડેટ : જિલ્લા સેવા સદન ખાતે આવેલ વિવિધ સરકારી વિભાગોમાં કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ઓચિંતું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વિઝિટ દરમિયાન તેમણે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રોજગાર કચેરી, તાલીમ કચેરી અને માહિતી વિભાગ સહિતની વિવિધ સરકારી શાખાઓની સ્થળ પર જઈને મુલાકાત લીધી હતી.ચેકિંગ દરમિયાન કલેક્ટર દ્વારા કચેરીઓમાં ચાલતી કામગીરી, વિવિધ રેકોર્ડ્સ અને ફાઇલોની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ વિભાગોના હાજરી પત્રકોની ખાસ ચકાસણી કરાઈ હતી, જેમાં અધિકારીઓ અને કર્મચારીઓની હાજરી યોગ્ય જણાઈ આવી હતી.કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન કોઈ મોટી ખામી કે ત્રુટિ સામે આવી નથી. સામાન્ય બાબતો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જિલ્લાના વિકાસ અને અરજદારોના કામો ઝડપથી થાય તે માટે તમામ શાખાઓ વચ્ચે યોગ્ય સંકલન જળવાઈ રહે તે હેતુથી આ કામગીરી કરવામાં આવી હતી.#Morbi #MorbiNews #MorbiUpdate #CollectorSwapnilKhare #SurpriseInspection #MorbiSevaSadan #GujaratNews