મોરબી : મોરબી તાલુકાના રાજપર-નસીતપર રોડ પર આવેલ આરવ પોલી પેક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર ક્વાટર્સમાં રહેતા સંજયભાઇ સંતોષભાઇ વર્મા ઉ.19 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર લેબર ક્વાટર્સમાં ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.