13 વર્ષની વયે દેવલોક પામેલા જૈમિલના સ્મરણાર્થે યોજાયેલા કાર્યક્રમમાં DYSP સમીરભાઈ સારડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાવાંકાનેર: માત્ર 13 વર્ષની નાની વયે તારીખ 24/11/2025 ના રોજ દેવલોક પામેલા સ્વ. જૈમિલ ગૌતમભાઈ કણસાગરાની સ્મૃતિમાં પ્રજાપતિ પરિવાર તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) - વાંકાનેરના સંયુક્ત ઉપક્રમે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે તારીખ 10 ઓગસ્ટ 2026, સોમવારના રોજ વાંકાનેરના રાજકોટ રોડ પર આવેલા શોભેશ્વર હનુમાનજી મંદિરની બાજુમાં, મહાવીર સોસાયટી પાસેના ફાયરિંગ બીટ એરિયા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વાંકાનેરના ડી.વાય.એસ.પી. સમીરભાઈ સારડા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. દિવંગત જૈમિલના આત્માના કલ્યાણ અને તેની જીવંત સ્મૃતિ માટે આ ધરતી પર 600 વૃક્ષો રોપવામાં આવ્યા છે, જે સદાય હરિયાળી ફેલાવતા રહેશે અને તેની યાદોને અમર બનાવશે.આ પવિત્ર પ્રસંગે સામાજિક અગ્રણીઓ, વૃક્ષપ્રેમીઓ, સંઘના કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહીને વૃક્ષારોપણના આ ભગીરથ કાર્યમાં સહભાગી બન્યા હતા અને સ્વ. જૈમિલના આત્માની શાંતિ તથા સદગતિ માટે પ્રાર્થના કરી હતી.#Wankaner #MorbiUpdate #TreePlantation #SmrutiVruksh #RSSWankaner #Environment #WankanerNews #GujaratNews