હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે સમલી રોડ પર ગેરેજ ધરાવતા ફરિયાદી દશરથભાઈ ભાવસિંગભાઈ પઢીયાર ઉ.34ના ગેરેજ પાસે આરોપી મેહુલ નવઘણભાઈ ભરવાડે ઉકરડો કર્યો હોય જે ઉકરડાનો કચરો લોડરથી ભરતી વખતે કચરો ગેરેજ પાસે ફેલાયો હોવાથી ફરિયાદી દસરથભાઈએ કચરો ઉપાડી લેવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલા આરોપી નવઘણે પાવડાના હાથા વડે દસરથભાઈને ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.