હળવદ : હળવદ તાલુકાના ઇશનપુર ગામે રહેતા હરસિદ્ધશ્ચંદ્ર લધાભાઈ મકવાણા ઉ.29 નામનો યુવક પંદર દિવસ પૂર્વે આરોપી લાલભાઈ પરમાર રહે.કીડી વાળાના ઘેર આરોપીના ભાઈ સાથે જમવા ગયા હોવાથી ગત તા.8ના રોજ આરોપી લાલભાઈ પરમાર, હીરાભાઈ ડાયાભાઇ સોલંકી અને સુનિલ ગોવિંદભાઇ પરમાર નામના શખ્સો ઇશનપુર ગામના તળાવ પાસે ફરિયાદીને મળતા હરસિદ્ધચંદ્રને કહ્યું હતું કે, તું અમારા ઘેર જમવા આવ્યો હતો જેથી આજે તું મને તારા ઘેર જમવા લઈ જા જેથી ફરિયાદીને તેમના ઘેર જમવાનું તૈયાર ન હોય જમવા આવવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા આરોપીઓએ ઝઘડો કરી ઇટ વડે છાતીના ભાગે ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.