વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજી સિંહ સંરક્ષણના નારા લગાવાયા: સિંહોના સંરક્ષણ અને જાગૃતિ અંગે આચાર્ય પી.બી. વાટકિયાએ આપી વિશેષ સમજમોરબી અપડેટ : આજે 10 ઓગસ્ટના રોજ મીતાણાની બહુચર વિદ્યાલયમાં વિશ્વ સિંહ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. એશિયાટિક સિંહોના સંરક્ષણ અને જાગૃતિ માટે આ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે, જેની સવિસ્તર સમજ શાળાના આચાર્ય પી.બી. વાટકિયા દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.વિશ્વ સિંહ દિવસ નિમિત્તે શાળાના બાળકો તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા સિંહ સંરક્ષણના નારાઓ લગાવવામાં આવ્યા હતા. જેમાં 'સિંહ છે વનનો રાજા, એના વિના વન લાગે સૂનકારા', 'સાવજનું રક્ષણ, એ જ આપણું સાચું ધર્મ', 'ગીરની શાન છે સિંહ, ગુજરાતનું માન છે સિંહ', 'જંગલની શોભા વધારતો, સાવજ આપણું ગૌરવ છે', 'સિંહોને જીવવા દો, પ્રકૃતિને ખીલવા દો', 'વનરાજના શ્વાસથી જંગલ ધબકે છે' અને 'સિંહ બચશે તો જંગલ બચશે' જેવા નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. #Mitana #Morbi #WorldLionDay #ShriBahucharVidyalay #MorbiUpdates #LionConservation #GujaratWildlife