11 ઓગસ્ટના રોજ રાત્રે 9 વાગ્યે યોજાનાર આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનોને ઉપસ્થિત રહેવા અપીલમોરબી અપડેટ : મોરબીના જેતપર ખાતે ગુજરાત સત્યાગ્રહ છાવણી મુકામે ખેડૂતોના હકની લડાઈને મજબૂત કરવા અને માર્ગદર્શન માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે 11 ઓગસ્ટ ને મંગળવારના રોજ રાત્રે 9 વાગ્યે મહારાષ્ટ્ર ખેડૂત સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુનાથદાદા પાટીલ તેમજ 108 વૈદિક ચિકિત્સા એવમ્ યોગ પીઠાધિશ્વર ગવ્યસિદ્ધ યોગાચાર્ય ડો. રુદ્રાંશજી મહારાજ બંને અગ્રણીઓ એક જ કાર્યક્રમમાં સાથે ઉપસ્થિત રહી ગુજરાતના ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડશે. આ કાર્યક્રમમાં ગુજરાતભરના તમામ ખેડૂત ભાઈઓ અને બહેનોને બહોળી સંખ્યામાં પધારવા તથા આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.#Jetpar #Morbi #KhedutSatyagraha #MaharashtraKhedutSangathan #RaghunathdadaPatil #RudranshjiMaharaj #MorbiUpdates #KhedutEkta #JayJawanJayKisan #khedutsatyagrah2026 #kishansatyagrah2026