લો-પ્રેશર સિસ્ટમ અને ટ્રફ સક્રિય થતાં 10 થી 14 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં મેઘ મહેર થશે: હવામાન વિશ્લેષક રમેશ બસિયાનો વર્તારોટંકારા (મોરબી અપડેટ) : રાજ્યમાં આજથી વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. હાલ ઉત્તરપૂર્વ મધ્યપ્રદેશ આસપાસ લો-પ્રેશર સિસ્ટમ સક્રિય છે અને ચોમાસુ ધરી પણ નોર્મલ પોઝિશનમાં છે. આજથી 700 hpa નો ટ્રફ ગુજરાત સુધી લંબાશે, જેના કારણે આજથી ઉત્તર ગુજરાત, મધ્ય-પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો, મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદવાળા વિસ્તારોમાં 100 mm કે તેથી વધુ વરસાદ નોંધાઈ શકે છે.સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની સ્થિતિનાના ખીજડીયા (ટંકારા) ના હવામાન વિશ્લેષક રમેશ બસિયાના જણાવ્યા અનુસાર, તારીખ 10 થી 14 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રના ભાવનગર, મહુવા અને અમરેલીના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે એટલે કે 75 mm સુધીનો વરસાદ પડી શકે છે.આ ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં 50 mm સુધી વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે બાકીના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હળવા-ભારે વરસાદી ઝાપટાં પડશે. સિસ્ટમના ટ્રફના આધારે વરસાદની માત્રામાં સ્થાનિક ધોરણે થોડો ફેરફાર રહી શકે છે.#Morbi #MorbiUpdate #GujaratRain #SaurashtraWeather #WeatherUpdate #Monsoon #MorbiNews #Tankara #RainForecast