શાળા અને આંગણવાડીના બાળકોને આલ્બેન્ડાઝોલની ગોળીનું વિતરણ: શારીરિક અને માનસિક વિકાસ માટે આરોગ્ય વિભાગની પહેલમોરબી અપડેટ : મોરબી પંથકમાં બાળકોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને આરોગ્ય વિભાગ દ્વારા સતત સરાહનીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી.કે. શ્રીવાસ્તવના માર્ગદર્શન તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના મેડિકલ ઓફિસર રાધિકાબેન વડાવિયા અને સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસના વિશેષ સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો. આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલીના કર્મચારીઓ દિલીપભાઈ દલસાણીયા, ખુશ્બુબેન પટેલ, ભાવનાબેન ચાવડા તેમજ આશા વર્કર બહેનો દ્વારા ગામમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી કરાઈ હતી.આ અભિયાન અંતર્ગત પાનેલી પ્રાથમિક શાળા, પાનેલી આંગણવાડી, ગીડચ પ્રાથમિક શાળા તથા ગીડચ આંગણવાડીના બાળકોને તેમજ શાળા અને આંગણવાડીમાં ન જતા તમામ બાળકોને કૃમિનાશક (આલ્બેન્ડાઝોલ) ની ગોળીનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ અવસરે માર્ગદર્શન આપતા જણાવવામાં આવ્યું હતું કે બાળકોના આંતરડામાં કૃમિ સંક્રમણના કારણે તેઓ કુપોષણના શિકાર બને છે અને તેમના શરીરમાં લોહીની ઉણપ (એનીમિયા) તથા પાંડુરોગ જેવી સમસ્યાઓ સર્જાય છે, જેના કારણે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ અટકે છે. અનહાઇજેનિક ખાણીપીણી, માટીમાં રમ્યા બાદ હાથ ન ધોવા અને અશુદ્ધ પાણી પીવા જેવી ટેવોના કારણે આ સમસ્યા ઉદ્ભવે છે. બાળકોને આ તકલીફથી બચાવવા માટે સરકાર દ્વારા વર્ષમાં 2 વખત મીઠી અને ચાવીને ખાઈ શકાય તેવી આલ્બેન્ડાઝોલની ગોળીઓ આપવામાં આવે છે, જેથી બાળકો સ્વસ્થ રહી શકે.#Morbi #MorbiUpdate #NationalDewormingDay #Paneli #HealthDepartment #ChildHealth #MorbiNews #GujaratNews