સ્કૂલ નજીક બાળકોની સતત અવરજવરને ધ્યાને રાખી વહેલી તકે કાર્યવાહી કરવા પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીની માંગમોરબી અપડેટ : મોરબીના મહેન્દ્રનગર સ્કૂલ પાસે વરસાદી પાણીના નિકાલ માટે નાખવામાં આવેલા ભૂંગળાની કુંડી છેલ્લા 20 દિવસથી ખુલ્લી હાલતમાં પડી છે. સ્કૂલ નજીક આવેલી હોવાથી આ રસ્તા પરથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા નાના બાળકોની સતત અવરજવર રહેતી હોય છે, જેના કારણે દુર્ઘટના થવાની પૂરી શક્યતા છે.આ ખુલ્લી કુંડીના કારણે કોઈ વિદ્યાર્થી કે બાળક તેમાં અકસ્માતે પડી જાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. આવી કોઈ પણ ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી મોરબી મહાનગરપાલિકા તંત્રની રહેશે તેવી ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.આ કામગીરીમાં થયેલી બેદરકારી તેમજ હલકી ગુણવત્તાના કામ અંગે સ્થાનિકોમાં ગંભીર સવાલો ઊભા થયા છે. આ મામલે કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો હોય તો તેની તાત્કાલિક તપાસ કરીને જવાબદાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.ખુલ્લી કુંડીને તાત્કાલિક ધોરણે યોગ્ય રીતે રીપેર કરી બંધ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી જોખમી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે સ્થળનું યોગ્ય નિરીક્ષણ કરવા રજૂઆત કરાઈ છે. વિદ્યાર્થીઓ અને નાગરિકોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી શકાય નહીં તેમ જણાવી તંત્ર દ્વારા વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.#Morbi #MorbiNews #Mahendranagar #MorbiUpdates #LocalNews #Gujarat