બપોરે 03:15 કલાકે ગાંધી ચોક મેઈન ઓફિસથી પ્રારંભ થશે રેલી: નાગરિકોને સફેદ વસ્ત્રોમાં ઉપસ્થિત રહેવા અપીલમોરબી અપડેટ : મોરબીમાં મચ્છુ જળ હોનારતમાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓની સ્મૃતિમાં આવતીકાલે તારીખ 11 ઓગસ્ટ, 2026ને મંગળવારના રોજ મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્મૃતિ રેલી અને સામૂહિક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ સ્મૃતિ રેલીનો પ્રારંભ બપોરે 03:15 કલાકે મોરબી મહાનગરપાલિકા, ગાંધી ચોક મેઈન ઓફિસ ખાતેથી કરવામાં આવશે. આ રેલીનો નિર્ધારિત રૂટ મોરબી મહાનગરપાલિકા ગાંધી ચોક મેઈન ઓફિસથી નીકળી શાખ માર્કેટ, નગર દરવાજા, પરાબજાર મેઈન રોડ, ત્રિકોણ બાગ અને મણિમંદિર થઈને મણીમંદિરના પટાંગણ સુધીનો રહેશે.રેલી મણીમંદિર ખાતે પહોંચ્યા બાદ ત્યાં મણીમંદિર પટાંગણમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે. મોરબી મહાનગરપાલિકા દ્વારા આ રેલીમાં જોડાનાર તમામ નાગરિકોને સફેદ વસ્ત્રોમાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે. નાગરિકોની સામૂહિક ઉપસ્થિતિ દ્વારા મોરબીવાસીઓ એકસાથે મળી પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને મચ્છુ જળ હોનારતના દિવંગતોની સ્મૃતિને નમન કરશે. મોરબી શહેરના તમામ નાગરિકોને આ સ્મૃતિ રેલીમાં મોટી સંખ્યામાં જોડાવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે.#Morbi #MorbiUpdate #MachchhuTragedy #SmrutiRally #MorbiMunicipalCorporation #Tribute #MorbiNews #GujaratNews