વી.સી. ફાટકથી નહેરૂ ગેટ સુધી નીકળેલી મહારેલીમાં સિંહના માસ્ક પહેરીને વિદ્યાર્થીનીઓએ આપ્યો વન્યજીવ સંરક્ષણનો સંદેશમોરબી અપડેટ : આજે 10 ઓગસ્ટ એટલે કે 'વિશ્વ સિંહ દિવસ'. સમગ્ર ગુજરાતની સાથે મોરબી શહેરમાં પણ આજના દિવસની વિશેષ અને અનોખી ઉજવણી કરવામાં આવી હતી. મોરબીમાં સિંહોના સંરક્ષણ અને જતન માટે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા એક વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.મોરબીમાં વી.સી. ફાટક પાસે આવેલી ગર્લ્સ હાઇસ્કૂલ ખાતેથી આ જનજાગૃતિ રેલીનું પ્રસ્થાન થયું હતું. શાળાની સેંકડો વિદ્યાર્થીનીઓ શિસ્તબદ્ધ રીતે આ રેલીમાં જોડાઈ હતી અને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને આ રેલી નહેરૂ ગેટ સુધી પહોંચી હતી. આ રેલીમાં આકર્ષણનું કેન્દ્ર એ હતું કે, રેલીમાં જોડાયેલી તમામ વિદ્યાર્થીનીઓએ પોતાના માથા પર સિંહના માસ્ક (મહોરા) પહેર્યા હતા અને નગરજનોને વન્યજીવ સંરક્ષણનો સુંદર સંદેશો પાઠવ્યો હતો.એશિયાટિક સિંહો માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશનું ગૌરવ છે, ત્યારે મોરબીની વિદ્યાર્થીનીઓએ સિંહ દિવસની ઉજવણી નિમિત્તે કાઢેલી આ મહારેલીએ શહેરીજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.#Morbi #MorbiUpdate #WorldLionDay #LionDay2026 #SaveLions #GirlsHighSchoolMorbi #Gujarat #WildlifeConservation #MorbiNews