'સ્વચ્છતા પખવાડા' અંતર્ગત જનજાગૃતિ માટે કાર્યક્રમનું આયોજનમોરબી અપડેટ: કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત જે.એ.પટેલ મહિલા કોલેજ, મોરબી દ્વારા તારીખ 1 થી 15 ઓગસ્ટ 2026 દરમિયાન 'સ્વચ્છતા પખવાડા'નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા અભિયાન દ્વારા જનજાગૃતિ આવે, પર્યાવરણનું સંરક્ષણ થાય તેમજ સ્વચ્છ ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા વધુ સક્ષમ બને તેવા ઉમદા હેતુથી ઇન્ચાર્જ પ્રિન્સિપાલ મોનિકા માલવણીયાના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર મંજુલા દેસાઈ દ્વારા એક વિશાળ સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.ઇન્ચાર્જ પ્રિન્સિપાલ મોનિકા માલવણીયાએ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીનો રૂટ કોલેજ કેમ્પસથી શરૂ થઈને જી.આઇ.ડી.સી. અને નવા બસ સ્ટેન્ડ થઈને પરત કોલેજ કેમ્પસ સુધીનો રહ્યો હતો. રેલીના અંતે કોલેજ કેમ્પસમાં રાષ્ટ્રગીતના ગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.આ સ્વચ્છતા રેલીમાં આર.કે.પવાર, રાજેશ ઠાકોર, વનિતા કગથરા, સીમા વડાલીયા સહિતનો અન્ય સ્ટાફ, કોલેજની વિદ્યાર્થીનીઓ અને NSS સ્વયંસેવકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. રેલી દરમિયાન સ્વચ્છતા સોન્ગ અને સ્વચ્છતાના નારા સાથે આમ જનતાને સ્વચ્છતાનો મેસેજ આપવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીનીઓ, રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો અને કોલેજ સ્ટાફના સાથ અને સહકારથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.#Morbi #MorbiUpdate #SwachhataAbhiyan #SwachhBharat #JAPatelMahilaCollege #NSS #CleanlinessRally #MorbiNews