સંસ્કાર બ્લડ સેન્ટરના સહયોગથી આયોજિત આ કેમ્પમાં મેક્સ સિરામિક પરિવાર અને આગેવાનોનો સહયોગ મળ્યોમોરબી અપડેટ: મોરબીના જાંબુડીયા સ્થિત મેક્સ ગ્રેનાઈટો પ્રાઇવેટ લિમિટેડ ખાતે ગત 9 ઓગસ્ટના રોજ સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈને કુલ 56 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે આકાશભાઈ ઝાલરીયા, સાગરભાઈ વરમોરા, નયનભાઈ સનારીયા, અશોકભાઈ અઘારા, જીતભાઈ અઘારા તેમજ મેક્સ ગ્રેનાઈટો સિરામિકના સમસ્ત સ્ટાફ પરિવારે સક્રિય સહકાર આપ્યો હતો.સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણા દ્વારા આ સફળ આયોજન બદલ તમામ આયોજકો, રક્તદાતાઓ તથા મેક્સ સિરામિકના સમસ્ત સ્ટાફ પરિવારનો આભાર માનવામાં આવ્યો હતો અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.#Morbi #MorbiNews #BloodDonation #MaxGranito #SanskarBloodCenter #MorbiUpdates #Jambudiya