પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના હેતુથી રોપાઓનું વાવેતર કરી જાળવણીનો સંકલ્પ લેવાયોમોરબી અપડેટ: મોરબી જિલ્લાના ખાખરાળા ગામે ગામના યુવાનો દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના હેતુથી એક પ્રેરણાદાયી અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે યુવાનો દ્વારા ગામના સ્મશાનમાં વિવિધ વૃક્ષોના રોપાઓનું સુંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ અભિયાન માત્ર વૃક્ષારોપણ પૂરતું મર્યાદિત ન રાખતા, વાવેલા તમામ રોપાઓની નિયમિત જાળવણી અને સાચી સંભાળ રાખવાનો દ્રઢ સંકલ્પ પણ આ યુવાનો દ્વારા કરવામાં આવ્યો છે. ગામના જાહેર સ્થળોને હરિયાળા, સુંદર અને સ્વચ્છ બનાવવા માટે યુવાનોની આ પહેલ સમગ્ર વિસ્તારમાં સરાહના પાત્ર બની રહી છે. પર્યાવરણ પ્રત્યેની પોતાની સામાજિક જવાબદારી નિભાવતા યુવાનોના આ સરાહનીય પ્રયાસને ગ્રામજનો દ્વારા પણ બિરદાવવામાં આવ્યો છે.#MorbiUpdate #KhakhralaNews #TreePlantation #Environment #Morbi #GreenMorbi