700 વિદ્યાર્થીઓ માટે બનશે અત્યાધુનિક સુવિધા સાથે સજ્જ હોસ્ટેલમોરબી અપડેટ: મોરબી જિલ્લાના કડવા પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે અમદાવાદ ખાતે ઉચ્ચ અભ્યાસ અર્થે પારિવારિક વાતાવરણ અને આધુનિક સુવિધાઓ મળી રહે તે માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ભવ્ય પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ-મોરબી અને અખિલ ગુજરાત પાટીદાર સેવા સમાજ (મોરબી) અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના નવા નિકોલ વિસ્તારમાં રૂ. 50 કરોડના ખર્ચે ‘ઉમા ભવન - અમદાવાદ’ શૈક્ષણિક હોસ્ટેલ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવનાર છે.અમદાવાદ અને ગાંધીનગરમાં 30 થી વધુ યુનિવર્સિટીઓ અને 150 થી વધુ કોલેજો આવેલી છે, જ્યાં મોરબી જિલ્લાના અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે જાય છે. આ વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની ઉત્તમ સુવિધા મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિકોલ ખાતે સેલ્બી હોસ્પિટલની પાછળ, મેંગો પ્લસ સિનેમાની પાસે 3119 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી છે. આ જમીનને લગતી અન્ય 3119 ચોરસ મીટર જગ્યા રમત-ગમત માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.આ પ્રોજેક્ટ અંતર્ગત 350 દીકરીઓ અને 350 દીકરાઓ, એમ બંને મળીને કુલ 700 વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધાનું નિર્માણ કરવામાં આવશે. આ ભગીરથ કાર્યમાં સમાજના દાતાઓ અને શ્રેષ્ઠીઓ દ્વારા ઉદારહસ્તે આર્થિક સહયોગ આપવામાં આવી રહ્યો છે. હોસ્ટેલના બાંધકામ યોજના તેમજ ભૂમિદાન અને ઈંટદાન માટે વિવિધ સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં રૂ. 51 લાખના દાનથી ટ્રસ્ટમાં વારસાઈ ટ્રસ્ટી બની શકાશે તેમજ નાની રકમથી લઈને ઈંટદાન (રૂ. 2,100) દ્વારા પણ કોઈપણ દાતા આ ઐતિહાસિક કાર્યમાં પોતાનું યોગદાન આપી શકશે. સંસ્થાને મળતું દાન CSR તેમજ ઇન્કમટેક્સ એક્ટ હેઠળ કરમુક્તિને પાત્ર છે.આ ભવ્ય પ્રોજેક્ટને સફળ બનાવવા માટે અખિલ ગુજરાત પાટીદાર સેવા સમાજ (મોરબી) અમદાવાદના અધ્યક્ષ જયસુખભાઈ ઓ. ભાલોડીયા, કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ-મોરબીના પ્રમુખ બેચરભાઈ કે. હોથી તથા ટ્રસ્ટીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. સમાજના દાતાશ્રીઓ આ પુણ્યના કામમાં જોડાઈને સહયોગ આપવા માટે એ.કે. પટેલ (મો. 90990 18218), પંકજભાઈ વસીયાણી (મો. 98795 31072), ત્રંબકભાઈ ફેફર (મો. 98250 52718), મુકેશભાઈ સીણોજીયા (મો. 93777 88206), પરેશભાઈ મોરડીયા (મો. 98259 98444) અથવા ધર્મેન્દ્રભાઈ કડીવાર (મો. 98252 79106) નો સંપર્ક કરી શકે છે.#Morbi #MorbiUpdate #UmaBhavan #NikolAhmedabad #PatidarSamaj #HostelProject #HigherEducation #MorbiNews #GujaratNews