ગૌસેવકોની ફરિયાદમાં આધારે માળીયા પોલીસે ગુન્હો નોંધ્યોમોરબી : મોરબી - કચ્છ હાઇવે પર માળીયા મિયાણા તાલુકાના ખીરઇ નજીક અમદાવાદના બે આરોપીઓ આઇસર ગાડીમાં ક્રુરતા પૂર્વક 45 ઘેટા બાંધીને કતલખાને લઈ જઈ રહ્યા હોવાની બાતમીને આધારે પોલીસની મદદથી ગૌસેવકોએ બોલેરો ઝડપી લઈ બે આરોપીઓ વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી - કચ્છ નેશનલ હાઇવે પર માળીયા મિયાણા તાલુકાના ખીરઇ નજીકથી ગૌસેવકોએ પોલીસની મદદથી આઇસર વાહનમાં 45 જીવિત ઘેટાઓને ક્રુરતા પૂર્વક લઈ જઈ રહેલા આરોપી મહમદ અયાજ કુરેશી અને આરોપી સોહેલખાન અયુબખાન પઠાણ રહે.બન્ને અમદાવાદ વાળાઓને ઝડપી લઈ જીવદયા પ્રેમી પાર્થ મનસુખભાઇ નેશરીયા રહે.મોરબી વાળાની ફરિયાદના આધારે રૂ.6 લાખની કિંમતની આઇસર ગાડી કબજે કરી રૂ.45 હજારની કિંમતના ઘેટાઓને મુક્ત કરાવી બન્ને આરોપીઓ વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રુરતા નિવારણ અધિનિયમ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.