ખેડૂત પુત્રી દ્વારા કરાશે હૃદયસ્પર્શી નાટ્ય રજૂઆત, ધરતીપુત્રોના સમર્થનમાં હાજર રહેવા લોકોને આહ્વાનમોરબી અપડેટ : આજે તારીખ 9 ઓગસ્ટ ને રવિવારના રોજ રાત્રે 9 વાગ્યે ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી, જેતપર ખાતે જગતના તાતની વેદના, સંઘર્ષ અને સમર્પણની ગાથા દર્શાવતા એક વિશેષ નાટક 'ખેડૂત હાર્યો તો દેશ હાર્યો' નું આયોજન કરવામાં આવ્યું છે. 'જેના હાથમાં હળ છે, એ જ દેશનું બળ છે... ખેડૂત હસે તો દેશ હસે, ખેડૂત હારે તો દેશ હારે...' ના સંદેશ સાથે આ નાટ્ય પ્રયોગ રજૂ કરાશે.આ નાટકની વિશેષતા એ છે કે એક ખેડૂત પુત્રી દ્વારા જ આ ભાવુક, પ્રેરણાદાયી અને હૃદયસ્પર્શી નાટ્ય રજૂઆત કરવામાં આવશે. ખેડૂત માત્ર અન્નદાતા નથી, પરંતુ દેશની આર્થિક અને સામાજિક શક્તિનો મુખ્ય આધારસ્તંભ છે. પોતે બળતણ બનીને દેશને અન્ન આપનાર ધરતીપુત્રોના માન-સન્માન અને અધિકાર માટે આ આયોજન કરવામાં આવ્યું છે.ધરતીપુત્રોના સમર્થનમાં એકત્ર થવા અને ખેડૂતોના અધિકાર માટે સર્વે નાગરિકો અને ખેડૂત ભાઈઓને આ વિશેષ નાટક નિહાળવા ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #Jetpar #KhedutSatyagrah #Drama #FarmerSupport #MorbiNews #JetparNews #FarmersRights