મોરબીમાં ઘરે ચોરી કરવા આવ્યો હોવાની શંકાએ મૃતકનું અપહરણ કરી માથક નજીક આવેલા સોલાર ફાર્મ ખાતે લઈ જઇ ઢોર માર મારીને તેને અવાવરૂ જગ્યાએ ફેંકી દીધો હોવાનું ખુલ્યુંમોરબી અપડેટ : વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં ગત 8/4/2026 ના રોજ અજાણ્યા પુરુષની નિર્વસ્ત્ર અને હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ વણશોધાયેલ ખુનનો ગુનો મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા ઉકેલીને મોરબીના 6 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.પોલીસે જાહેર કરેલી વિગત અનુસાર મુખ્ય આરોપી એવા મોરબીના સંદીપ ધનજીભાઈ ઝાલરિયાના ઘરે બપોરના સમયે મરણજનાર શખ્સ ચોરી કરવાના ઈરાદે ઘુસ્યો હોવાની આશંકા હતી. ઘરના સભ્યોએ તેને રોકવાનો પ્રયાસ કરી તપાસ કરતા તેના ખિસ્સામાંથી કાર અને એક્ટિવાની ચાવીઓ મળી આવી હતી. જેથી આરોપી સંદીપ અને ડ્રાઈવર રાજેશ ડાભી તેને ઈનોવા કારમાં બેસાડી માથક નજીક આવેલ પોતાના સોલાર ફાર્મ પર લઈ ગયા હતા. ત્યાં પીવીસી પાઈપથી ઢોરમાર મારી બેભાન હાલતમાં સમથેરવા ગામની સીમમાં અવાવરૂ જગ્યાએ ફેંકી દીધો હતો.પકડાયેલ આરોપીઓના નામ● સંદીપભાઈ ધનજીભાઈ ઝાલરિયા (રહે. શનાળા રોડ, ઉમિયા સર્કલ પાસે, મોરબી)● એલીસભાઈ જસમતભાઈ ઉર્ફે જયંતીભાઈ ઝાલરિયા (રહે. લુટાવદર, મોરબી)● દિવ્યેશભાઈ ગોવિંદભાઈ ઝાલરિયા (રહે. લુટાવદર, મોરબી)● મુન્નો ઉર્ફે વરુણ રૈયાભાઈ ગોલતર (રહે. રફાળેશ્વર, મોરબી)● રાજેશભાઈ રમેશભાઈ ડાભી (રહે. ભડિયાદ, મોરબી)● રાજીવ ઉર્ફે રાજુ કામેશ્વરપ્રસાદ શ્રીવાસ્તવ (રહે. છપરા, બિહાર)કબ્જે કરેલ મુદ્દામાલ અને કોર્ટ કામગીરીપોલીસે આરોપીઓ પાસેથી ₹10,00,000 ની કિંમતની 1 ઈનોવા કાર (GJ36L 9881) અને ₹1,10,000 ની કિંમતના 8 મોબાઈલ ફોન મળી કુલ ₹11,10,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલ તમામ આરોપીઓને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન સોંપી નામદાર કોર્ટમાં રજૂ કરતા તારીખ 14 સુધીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મરણજનાર પુરુષની ઓળખ મેળવવા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.#Morbi #MorbiNews #Wankaner #MorbiUpdate #MorbiPolice #CrimeNews #GujaratPolice